GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં કુપોષણ સામે ભાજપનું મહાઅભિયાનઃ ૪,૦૩૬ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનો સંકલ્પ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ વેગ આપવા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૪,૦૩૬ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની નવસારી જિલ્લાની મુલાકાત પૂર્વે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી કુપોષિત બાળકોને નિયમિત રીતે પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અભિયાનના ભાગરૂપે પૌષ્ટિક આહારની કિટો આંગણવાડી બહેનોને વિતરણ કરવામાં આવી, જેથી આંગણવાડી કેન્દ્રો મારફતે કુપોષિત બાળકો સુધી પૌષ્ટિક આહાર નિયમિતપણે પહોંચાડી શકાય.

આ કાર્યક્રમ બીઆર ફાર્મ ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારીના મેયર શ્રી અશોકભાઈ ધોરાજિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવી તેમના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે. આગામી ત્રણ મહિના દરમિયાન બાળકોના પોષણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરી તેમને સુપોષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

૪,૦૩૬ બાળકોના પોષણ માટે શરૂ કરાયેલું આ અભિયાન નવસારી જિલ્લામાં કુપોષણ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!