GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગંગા સ્વરૂપા અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરાવવા તાકીદ

તા.૧૦/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કામકાજના દિવસોમાં ૧૦:૩૦થી ૫:૦૦ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે હયાતી ચકાસણીની કામગીરી ચાલુ

Rajkot: ગંગા સ્વરૂપા આર્થિક સહાય તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવતા તમામ લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરવાની કામગીરી હાલ ચાલુ છે.

જે લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરાવવાની બાકી હોય, તેમણે પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ ફોન સાથે રાખી નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. મામલતદાર કચેરી ખાતે કામકાજના દિવસોમાં સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી આ કામગીરી કરી શકાશે.આ ઉપરાંત, લાભાર્થીઓ પોતે જ પોતાના મોબાઈલ ફોનમાંથી Beneficiary Satyapan Application મારફતે પણ ઓનલાઈન હયાતીની ખરાઈ પૂર્ણ કરી શકે છે તેમ ગોંડલ શહેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!