MORBI:મોરબીના સામા કાંઠે આઈટીઆઈ સામેથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો રોકડ રકમ સાથે ઝડપાયા

MORBI:મોરબીના સામા કાંઠે આઈટીઆઈ સામેથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો રોકડ રકમ સાથે ઝડપાયા
મોરબી શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલ હળવદ રોડ પર જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હળવદ રોડ પર આઈટીઆઈ કોલેજની સામે આવેલી મોજે-મસ્તરામ હોટલ પાછળ જાહેરમાં ગંજીપત્તાથી પૈસાની હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની પ્રવૃત્તિ નજરે પડતાં પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા ચાર ઈસમો—ભાવેશભાઈ ધનજીભાઈ સાવરીયા, અજયભાઈ રમેશભાઈ સનાટ, પ્રકાશભાઈ ખેંગારભાઈ ડાભી અને રમણીકભાઈ મૂળજીભાઈ સાવરીયા (તમામ રહે. હળવદ રોડ, મોજે મસ્તરામ હોટલ પાછળ, મોરબી)—ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૧૧,૩૦૦ ની રોકડ રકમ કબ્જે કરી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.








