શેઠ શ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણ ખાતે એન.એસ.એસ. અને ગાયત્રી પરિવાર,બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

11 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠ શ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણ ખાતે એન.એસ.એસ. તથા ગાયત્રી પરિવાર, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા વ્યસન મુક્તિ કાર્યક્રમના કન્વીનર શ્રી ધનજીભાઈ પરમાર, શ્રી નવીનભાઈ ઠક્કર ,બનાસકાંઠા જીલ્લા વ્યસન મુક્તિ કાર્યક્રમ ના સહ કન્વિનર, શ્રી મનોજભાઈ સબાસણા અને રોશનભાઈ સબાસના અને શ્રી દિલીપભાઈ બારોટ, યુવા સંગઠનના કાર્યકરો, શાળાનો તમામ સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સમાજમાં વ્યસનના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવાનો અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો હતો. સવારે 8.30 વાગે શાળામાંથી એન.એસ.એસ.ના સ્વયં સેવકોએ વ્યસન મુક્તિનો સંદેશો આપતા બેનર અને પ્લે કાર્ડ સાથે માલણ ગામમાં રેલી કાઢી હતી અને ગામમાં વ્યસન મુક્તિ વિશે જાગૃતિ લાવવા માટે સુત્રોચ્ચાર પણ કર્યા હતા.રેલી પૂર્ણ થયા બાદ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા વ્યસન મુક્તિ વિશેનું પ્રદર્શન પ્રાર્થના ખંડમાં ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામા આવી હતી.શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યશ્રી એ વ્યસન મુક્તિ વિશે વક્તવ્ય આપ્યું હતું. યારબાદ ગાયત્રી પરિવારના અને બનાસકાંઠા જિલ્લા વ્યસન મુક્તિ કાર્યક્રમના કન્વીનર શ્રી ધનજીભાઈ પરમાર દ્વારા તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ તથા અન્ય વ્યસનોના શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ સમજાવ્યું કે વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની સાથે તેના પરિવાર અને સમગ્ર સમાજ પર પણ નકારાત્મક અસર કરે છે. આ ઉપરાંત તેમને સમજાવ્યું હતું કે જેની આપણને આદત પડી જાય અને છૂટે નહિ તે તમામ બાબતો વ્યસન જ કહેવાય છે અને તે તમામથી દુર રહેવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરવામા આવી હતી.
વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પોતાના પરિવાર અને આસપાસના લોકોને પણ વ્યસનમુક્તિ માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વ્યસનમુક્તિ અંગેના સૂત્રો અને સંદેશાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌએ વ્યસનથી દૂર રહેવા તથા અન્ય લોકોને પણ વ્યસનમુક્ત જીવન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને અસરકારક રહ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યસનના જોખમો અંગે સમજણ વધવા સાથે સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટેની ભાવના વધુ મજબૂત બની હતી. અંતે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રદર્શન નિહાળ્યું હતું.અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રીએ ગાયત્રી પરિવાર તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કૃણાલ કકકડે કર્યું હતું. અને એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસરે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.





