MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાનો ભય: બંધ વોટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા કોંગ્રેસની મેયરને રજૂઆત

MORBI:મોરબીમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાનો ભય: બંધ વોટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા કોંગ્રેસની મેયરને રજૂઆત

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પિવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. મહાનગરપાલિકા હસ્તકના તમામ વોટર ફિલ્ટર પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી શહેરના તમામ ૧૩ વોર્ડમાં અત્યંત ગંદુ, દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ પરિસ્થિતિને પગલે આજે કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગંદા પાણીના વપરાશને લીધે શહેરમાં ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કમળો અને ચામડીના રોગો જેવા રોગચાળાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેનાથી નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. શુદ્ધ પીવાનું પાણી મેળવવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ફિલ્ટર પ્લાન્ટનું સમારકામ: બંધ પડેલા વોટર ફિલ્ટર પ્લાન્ટને યુદ્ધના ધોરણે રિપેર કરી ત્વરિત શરૂ કરવામાં આવે.શુદ્ધ પાણીનો પુરવઠો: શહેરના તમામ ૧૩ વોર્ડમાં તાત્કાલિક અસરથી સ્વચ્છ અને પીવાલાયક પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાય.પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ: વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ કરાવવામાં આવે અને તેનો રિપોર્ટ જાહેર થાય.આગામી દિવસોમાં જો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો મોરબીના તમામ ૧૩ વોર્ડના રહીશોને સાથે રાખીને મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણાં કાર્યક્રમ યોજવાની ચીમકી આપવામાં આવી છે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે.

Back to top button
error: Content is protected !!