MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ૧૬ ઓગસ્ટે ‘સંસ્કૃત કક્ષ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે

MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ૧૬ ઓગસ્ટે ‘સંસ્કૃત કક્ષ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને મોરબીની અગ્રીમ શૈક્ષણિક સંસ્થા સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન તથા પ્રસાર માટે આગામી ૧૬ ઓગસ્ટ ૨૦૨૬, રવિવારના રોજ ‘સંસ્કૃત કક્ષ’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત અનુરાગી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ મંગલ પ્રસંગ ઉજવાશે.
કાર્યક્રમની વિગતવાર સમયરેખા નીચે મુજબ રહેશે:
સવારે ૮:૦૦ થી ૧૧:૦૦: સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ (સભાખંડ, E Floor)
સવારે ૧૧:૦૦ વાગ્યે: સંસ્કૃત કક્ષનું ભવ્ય ઉદ્ઘાટન (B Floor ઓડિટોરિયમ)
બપોરે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦: મહાનુભાવો અને વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત કક્ષની મુલાકાત
આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશેષ અને અદભુત પ્રદર્શની તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં ‘ભારતનો ભવ્ય વારસો – સંસ્કૃત’, ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ભરતમુનિ નાટ્યશાસ્ત્ર’, ‘વિજ્ઞાનની વિરાસત – સંસ્કૃત’ જેવા વિષયો મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, સંસ્કૃત ક્રીડાઓ (રમતો), પ્રેરણાદાયી કથાઓ, ચિત્રો દ્વારા વ્યવહારુ સંસ્કૃત શબ્દો, સુભાષિત-શ્લોક-ગીતા કંઠસ્થિકરણ, તેમજ લાઈવ સંસ્કૃત અને કંઠસ્થીકરણ પ્રકલ્પની મનોહર પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ પાવન પ્રસંગે સંસ્કૃત ભાષા પ્રત્યે અનુરાગ ધરાવતા તમામ મહાનુભાવો, વાલીઓ અને નાગરિકોને ઉપસ્થિત રહેવા સાર્થક વિદ્યામંદિર પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








