TANKARA:ટંકારાના છત્તર ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: યુવકનું ઘટનાસ્થળે જ મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

TANKARA:ટંકારાના છત્તર ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: યુવકનું ઘટનાસ્થળે જ મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર
ટંકારા તાલુકાના છત્તર ચોકડીથી વાછકપર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા સામસામેના ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ અન્ય બાઇક ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વતની રોહિતકુમાર સંતોષ રાય પોતાનું મોટરસાયકલ (નંબર: GJ-03-AD-0675) લઈને છત્તર ચોકડીથી વાછકપર રોડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય મોટરસાયકલ (નંબર: GJ-36-AH-9406)ના ચાલકે તેમના બાઇક સાથે જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રોહિતકુમારને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બન્યા બાદ અકસ્માત સર્જનાર બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું હતું, છતાં તે પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે રાજકોટના રહીશ અક્ષીલભાઈ દિલીપભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે ટંકારા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા બાઇક ચાલક વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.









