
કેશોદના અજાબ ગામે ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા એક તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, માજી ધારાસભ્ય વંદનાબેન મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ નિકુંજભાઈ મક્કા ,જીલ્લા પંચાયત સદસ્ય ભીમજીભાઈ માકડિયા, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ ભુત, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ દયાતર અને સરપંચ મગનભાઈ અધેરા તમામ શાળાના વિધાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા આંબેડકર ભવનમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર કરી ને શ્રી કેશવ કલીમલ બાપુની મઢુલી ખાતે કેસરિયા હનુમાન મંદિર મહંત શ્રી દ્વારા પુજા અર્ચના કરી તિરંગા યાત્રા ને મુખ્ય માર્ગ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે હોસ્પિટલ ગેટ, હાઈસ્કૂલ, શંકર મંદિર ચોક અને મુખ્ય પ્રવેશદ્વાર અજાબ ખાતે પુર્ણ કરવા આવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





