GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદના શિરોઈ ખાતે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની લીધી મુલાકાત

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદના શિરોઈ ખાતે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની લીધી મુલાકાત

દાડમના પાક, આધુનિક ટિસ્યુકલ્ચર પદ્ધતિ અને બાગાયતી યોજનાઓના લાભો અંગે કલેક્ટરશ્રીએ પ્રગતિશીલ ખેડૂતો અને તબીબો/અધિકારીઓ સાથે કરી વિસ્તૃત ચર્ચા

મોરબી જિલ્લામાં ખેડૂતો આધુનિક બાગાયતી ખેતી તરફ વળે, કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીનો વ્યાપ વધે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે હળવદના શિરોઈ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના દાડમ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બાગાયત વિભાગની પેક હાઉસ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓની વિગતો મેળવી હતી તેમજ ખેડૂતશ્રી સાથે સીધો સંવાદ સાધીને ઉત્પાદન, પાકની ગુણવત્તા, માર્કેટિંગ અને સરકારી યોજનાઓના પ્રતિસાદ અંગે જાણકારી મેળવી હતી.

ત્યારબાદ કલેક્ટરશ્રીએ હળવદ ખાતે ટિસ્યુકલ્ચર લેબની મુલાકાત લઈને ટિસ્યુકલ્ચર પદ્ધતિ દ્વારા કેળા અને દાડમના ગુણવત્તાસભર રોપાઓના રોપણી-ઉત્પાદનની ટેકનિકલ પ્રક્રિયા ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ તકે તેમણે ટિસ્યુકલ્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ ચર્ચા કરી હતી.આ મુલાકાત વેળાએ નાયબ બાગાયત નિયામકશ્રી વી.એચ. નકુમ, હળવદ બાગાયત અધિકારીશ્રી બી.એચ. કોઠારીયા અને મોરબી બાગાયત નિરીક્ષક શ્રી એમ.ડી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!