AHAVADANG

વાંસદામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશજી વિશ્વકર્માના જન્મદિવસની સેવાભાવી ઉજવણી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ 

દર્દીઓ અને શાળાના બાળકોને ફળફળાદી-બિસ્કિટનું વિતરણ કરી સેવા અને સંવેદનાનો સંદેશ

વાંસદા તાલુકામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ યશસ્વી જગદીશજી વિશ્વકર્માના જન્મદિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળફળાદી અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રૂપવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પણ ફળફળાદી અને બિસ્કિટ આપી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશજી વિશ્વકર્માને દીર્ઘાયુ, સ્વસ્થ અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સેવાકીય કાર્યક્રમમાં ભાજપના જિલ્લા તથા તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પરિવાર દ્વારા જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી સેવાકાર્ય સાથે જોડવામાં આવતા સમાજમાં **‘સેવા એ જ સાચી ઉજવણી’**નો સુંદર સંદેશ પ્રસરીત થયો હતો.

Back to top button
error: Content is protected !!