GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પાનેલી ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમાં દીવાલ ધરાશાયી: ૨૩ વર્ષીય યુવાનનું કરૂણ મોત

MORBI:મોરબીના પાનેલી ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમાં દીવાલ ધરાશાયી: ૨૩ વર્ષીય યુવાનનું કરૂણ મોત

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલ કે.ડા. સિરામિક કારખાનામાં મજૂરી કામ દરમિયાન અચાનક દીવાલ ધસી પડતાં એક ૨૩ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓને કારણે કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મૂળ મોરબીના લાલપર ગામે રહેતો આરીફઅલી આલમગીર (ઉં.વ.૨૩) નામનો યુવક પાનેલી ગામની સીમમાં આવેલી ‘કે.ડા. સિરામિક’ ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર અચાનક ફેક્ટરીની દીવાલ ધરાશાયી થઈ હતી, જેની નીચે દબાઈ જતાં આરીફઅલીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ આસપાસના લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબ ડો. એમ.ડી. પરમારે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે સરકારી હોસ્પિટલમાંથી ટેલિફોનિક જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. સહિતનો કાફલો તપાસ અર્થે દોડી ગયો હતો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!