GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના છતર ગામે પોલીસની બે અલગ-અલગ રેઇડ, ૮ જુગારીઓ રંગેહાથ પકડાયા

TANKARA:ટંકારાના છતર ગામે પોલીસની બે અલગ-અલગ રેઇડ, ૮ જુગારીઓ રંગેહાથ પકડાયા

ટંકારા તાલુકાના છતર ગામે પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા કુલ ૮ ઇસમોને રોકડા રૂ. ૨૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે છતર ગામે દેવીપૂજક વાસમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા શૈલેષભાઇ ચમનભાઇ પરમાર (ઉ.વ. ૨૬), સુભાષભાઇ રાજેશભાઈ પરમાર (ઉ.વ. ૨૮) અને અજયભાઇ મહેશભાઇ પરમાર (ઉ.વ. ૨૧) (તમામ રહે. છતર ગામ)ને રોકડ રૂ. ૧૧,૫૦૦/- સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે બીજી રેઇડ દરમિયાન છતર ગામમાં આવેલ જય પાન પાછળની શેરીમાંથી લાઈટના અંજવાળે જુગાર રમતા અર્જુનભાઇ રાજેશભાઇ પરમાર (ઉ.વ. ૨૩), છગનભાઈ ધનજીભાઇ પરમાર (ઉ.વ. ૩૨), સંજયભાઇ રાણાભાઇ પરમાર (ઉ.વ. ૩૬), સાયદભાઈ જેરામભાઇ પરમાર (ઉ.વ. ૨૭) અને કૃષ્ણભાઇ રાજેશભાઈ પરમાર (ઉ.વ. ૨૧)ને રોકડ રૂ. ૧૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ટંકારા પોલીસે તમામ આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!