
ડેડિયાપાડામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/08/2026 – હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગ્રામ પંચાયત ખાતે પણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમિલાબેન વસાવા, મામલતદાર, ડીડીઓ, બાંધકામ સમિતિના ચેરમેન પંકજભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સૌએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ડેડિયાપાડા ગ્રામ પંચાયતના આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને સૌ કોઈએ ભારત માતા અને દેશભક્તિના નારાઓ સાથે યાત્રામાં ભાગ લીધો હતો.
તિરંગા યાત્રા દરમિયાન યુવાનો, આગેવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજને માન આપવાનો કાર્યક્રમ ન બની રહેતા, પરંતુ લોકોમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પહોંચાડવાનું માધ્યમ બની હતી. ડેડિયાપાડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો રંગ છવાયો હતો અને ‘હર ઘર તિરંગા’ અભિયાનને લોકભાગીદારી સાથે વધુ મજબૂતી આપી હતી.



