
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા બાડેસર તળાવનું પ્રમુખ સ્વામી મહારાજ સરોવર નામકરણ અને અભિલેખ અનાવરણ વિધિ સંપન્ન
બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનની 10મી સ્મૃતિના પાવન અવસરે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલ ઐતિહાસિક બાડેસર તળાવનું પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે વિધિવત નામકરણ અને અભિલેખ અનાવરણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો બાડેસર તળાવને પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે નવી ઓળખ મળી છે
મોડાસા શહેરના માલપુર-મેઘરજ બાયપાસ રોડ પર આવેલ ઐતિહાસિક બાડેસર તળાવના નામકરણ વિધિમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ,ઉપપ્રમુખ ગફુરભાઈ રબારી,ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, કોર્પોરેટરો તેમજ BAPS ના વડીલ સંત અને હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી પૂ.મંગળપુરુષ સ્વામી,મોડાસા મંદિરના સંત નિર્દેશક પૂ.નિર્મલચરણ સ્વામી,ટ્રસ્ટીઓ,કાર્યકરો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા બીએપીએસના ડૉ.જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતુંકે બીજાના ભલામાં આપણું ભલું છે અને બીજાના સુખમાં આપણું સુખ છે એવા માનવસેવા અને સંસ્કારના અમૂલ્ય સંદેશને સમગ્ર વિશ્વમાં પહોંચાડનાર બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનની 10મી સ્મૃતિના પાવન અવસરે મોડાસાના ઐતિહાસિક બાડેસર તળાવને પ્રમુખ સ્વામી મહારાજ સરોવર નામ આપવામાં આવતા હરિભક્તો અને શહેરીજનોમાં આનંદ છવાયો છે પ્રમુખ સ્વામી મહારાજ તળાવ માત્ર નામકરણ પૂરતું ન રહેતાં આવનારી પેઢીઓ માટે સેવા, સંસ્કાર, સ્વચ્છતા અને પર્યાવરણપ્રેમનું પ્રેરણાસ્થાન બની રહેશે.




