GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

હર ઘર તિરંગા અભિયાન, જૂનાગઢમાં આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત દ્વારા ‘તિરંગા યાત્રા’ થોજાઈ

હર ઘર તિરંગા અભિયાન, જૂનાગઢમાં આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત દ્વારા 'તિરંગા યાત્રા' થોજાઈ

દેશભક્તિની ભાવનાને વધુ સુદઢ કરવા, રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોનો ભાવાત્મક લગાવ મજબૂત કરવા, “વંદે માતરમ” ની ૧૫૦ મી સ્મૃતિ વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકાર અને કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તા.૦૯ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨ક દરમિયાન સમગ્ર દેશમાં ‘’હર ઘર તિરંગા અભિયાન, ૨૦૨૬’’’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. (ICDS) શાખા દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રીના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રો મારફતે ‘ભવ્ય તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, મુખ્ય સેવિકાશ્રી, આંગણવાડી કાર્યકરો, તેડાગરો, કિશોરીઓ, બાળકો અને સ્થાનિક સમુદાયના ઉત્સાહવર્ધક સહયોગથી તિરંગા યાત્રા યોજાઇ હતી. ‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા’ ની જોગવાઈઓનું પાલન કરીને ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત તમામ સહભાગીઓ દ્વારા “વંદે માતરમ” નું ભાવપૂર્વક સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મહિલાઓ, બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ, બાળકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને તિરંગા યાત્રા’ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત આંગણવાડીના તમામ લાભાર્થીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ સાથેની સેલ્ફી લઈને તેને ‘હર ઘર તિરંગા’ ના અધિકૃત પોર્ટલ www.harghartiranga.com પર અપલોડ કરવા માટે વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢ જિલ્લા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સફળ અભિયાનના કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દેશભક્તિનો એક અનેરો માહોલ સર્જાયો છે અને તમામ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ તેમજ આદરની લાગણી વધુ બળવત્તર બની છે. તેમ આઇસીડીએસ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!