GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ત્રિરંગા યાત્રા પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ: રાસ ગરબા, હુડો રાસ, ડાંગી નૃત્ય, તાંડવઃ નર્તનએ રાજકોટવાસીઓનું મન મોહી લીધું

તા.૧૩/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં આજરોજ ત્રિરંગા યાત્રા પૂર્વે જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યક્રમમાં રજુ થયેલી પાંચથી વધુ કૃતિઓએ રાજકોટવાસીઓનું મન મોહી લીધું હતું.
કાર્યક્રમ પૂર્વે મુખ્ય સ્ટેજ પર શ્રી ગણેશ વંદના અને રુદ્રાક્ષમ, હુડો રાસ, ડાંગી નૃત્ય, તાંડવઃ નર્તન, દેશ ભક્તિ નૃત્ય ગાન સહિતની વિવિધ કૃતિ રજુ કરવામાં આવી હતી.
સુંદર પરંપરાગત વેશભૂષામાં કલાકરો દ્વારા રજુ કરવામાં આવેલી રંગારંગ પ્રસ્તુતિએ ત્રિરંગા યાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.







