GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ત્રિરંગા યાત્રામાં ‘ગાંધીજી’ ,’ સરદાર’ , ‘ભગતસિંહ’ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝલક જોવા પડાપડી

તા.૧૩/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે સેલ્ફી ખેંચાવી ગૌરવ અનુભવતા નગરજનો
Rajkot: રાજકોટની ત્રિરંગા યાત્રા કંઈક વિશિષ્ઠ બની રહી હતી, કારણકે આ યાત્રામાં ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ જોડાયા હતાં.
હા, આ યાત્રામાં પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, શહિદ ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, તાત્યા ટોપે સહિતના ક્રાંતિકારીઓની વેશભૂષામાં શ્રી વૃંદના કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું. તેમની ઝલક જોવા તેમજ ઠેર ઠેર લોકોએ તેમની સાથે સેલ્ફી લઇ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.હતું.





