GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોની ભરતી જાહેર: 25 ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી

MORBI:મોરબી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોની ભરતી જાહેર: 25 ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી

મોરબી જિલ્લામાં સુવ્યવસ્થિત અને સીસ્યુઅલ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી મોરબી શહેર, હળવદ શહેર અને વાંકાનેર શહેર માટે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના માનદ સેવકો (પુરુષ તથા મહિલા)ની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની માહિતી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવી છે.

ભરતી માટેની મુખ્ય લાયકાત અને શરતો વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત: લઘુત્તમ ધોરણ-8 પાસ. શારીરિક માપદંડ:પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ: ઓછામાં ઓછી 5 ફૂટ 4 ઈંચ મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ: ઓછામાં ઓછી 5 ફૂટ રહેઠાણ: ઉમેદવાર જે-તે સંબંધિત (મોરબી, હળવદ કે વાંકાનેર) નગરપાલિકા/મહાનગરપાલિકા વિસ્તારનો સ્થાનિક રહેવાસી હોવો ફરજિયાત છે. ચારીત્ર્ય: ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો પોલીસ કે ગુનાહિત રેકોર્ડ નોંધાયેલો ન હોવો જોઈએ.

અરજી ફોર્મ મેળવવા અને જમા કરાવવાની વિગત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તા. 14/08/2025 થી તા. 25/08/2025 સુધીમાં પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.ફોર્મ મેળવવાનું સ્થળ: પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નં. 11, મોરબી.

ફોર્મ જમા કરાવવાનું સ્થળ: નિયત કરેલું અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને, જરૂરી તમામ પ્રમાણપત્રોની ખરી નકલ (Self-Attested Copies) સાથે એસ.પી. કચેરીની બાજુમાં આવેલ પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા (રૂમ નં. 11) ખાતે તા. 25/08/2025 સુધીમાં જમા કરાવવાનું રહેશે.નોંધ: સમયમર્યાદા બાદ આવનાર કે અધૂરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

Back to top button
error: Content is protected !!