SURENDRANAGAR: સુરેન્દ્રનગરના થાનગઢના ચાંદ્રેલીયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: રૂ. ૭૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત

SURENDRANAGAR: સુરેન્દ્રનગરના થાનગઢના ચાંદ્રેલીયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: રૂ. ૭૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. થાનગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાંદ્રેલીયા ગામની સીમમાં, વેલાળા-સોનગઢ જવાના કાચા રસ્તે આવેલ વોંકળાના કાંઠે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સફળ રેડ પાડી હતી.
રેડ દરમિયાન જપ્ત કરાયેલ મુદ્દામાલ:દેશી દારૂ: ૨૬૦ લીટર (કિંમત રૂ. ૫૨,૦૦૦/-)ઠંડો આથો: ૭૦૦ લીટર (કિંમત રૂ. ૧૭,૫૦૦/-)અન્ય સાધન-સામગ્રી: દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો (કિંમત રૂ. ૧,૯૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૭૧,૪૦૦/-આરોપી સુરેશભાઇ નરશીભાઇ કોળી નળખંભા, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર રેડ દરમિયાન આરોપી સુરેશભાઇ કોળી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. થાનગઢ પોલીસે કુલ રૂ. ૭૧,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ગુનો રજીસ્ટર કર્યો છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.









