જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી હર ઘર તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું
તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અન્વયે હર ઘર તિરંગા યાત્રા ૨૦૨૬નું ભવ્યાતિભવ્ય આયોજન જૂનાગઢ શહેરના હાર્દ સમાન નરસિંહમહેતા સરોવર ખાતે થી કરવામાં આવ્યું હતું. વંદે માતરમની ભાવનાને સમર્પિત અને ભારતના મહાન આઝાદી ચળવળના સેનાનીઓના શૌર્ય અને બલિદાનને બિરદાવવાના આ રાષ્ટ્રીય અભિયાન અન્વયે હર ઘર તિરંગા યાત્રા અને તિરંગા યાત્રા તા નરસિંહ મહેતા સરોવર ખાતેથી શરૂ કરીને આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. આંબેડકર ચોક, કાળવા ચોક, જીમખાના સરદાર ચોક સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જૂનાગઢના અબાલવૃદ્ધ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ ગીતોથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળાઓએ દેશ રંગીલા ગીત ઉપર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અન્વયે હોમગાર્ડઝ, એનએસએસ, એનએનસી, વન વિભાગ, પોલીસ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારી ગણ અને કર્મચારીઓ , ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સભ્ય બહેનો, વિવિધ પદાધિકારીશ્રીઓ સહિતના નાગરિકોએ ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરદાર ચોક જીમખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લીનાબેન કાનાણી, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઇ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા,પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઇંદ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, અધિક નિવાસી કલેકટર સુશ્રી બી.એસ.બારડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રીગૌરવભાઈ રૂપારેલીયા,જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા,અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








