MORBI:મોરબીના રાજપર ચોકડી પાસે જૂની અદાવતમાં આધેડ પર પિતા-પુત્રનો હુમલો: લોખંડના પાઈપ અને ઢીંકાપાટુ વડે માર માર્યો

MORBI:મોરબીના રાજપર ચોકડી પાસે જૂની અદાવતમાં આધેડ પર પિતા-પુત્રનો હુમલો: લોખંડના પાઈપ અને ઢીંકાપાટુ વડે માર માર્યો
મોરબીના શનાળા રોડ પર ચા ની હોટેલ ચલાવતા અને ટંકારાના સજનપર ગામે રહેતા આધેડ પર જૂની અદાવતનો ખાર રાખી રાજપર ચોકડી પાસે પિતા-પુત્ર દ્વારા લોખંડના પાઈપ અને ઢીંકાપાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા લાખાભાઈ વજાભાઈ કલોતરા (ઉં.વ. ૩૯) રાજપર ચોકડી પાસે ઉભા હતા. તે દરમિયાન શનાળા પટેલ સમાજ વાડી પાસે રહેતા મેરુભાઈ જીવણભાઈ ખાંભલા અને તેમનો પુત્ર અજય મેરુભાઈ ખાંભલા ત્યાં આવ્યા હતા.
અગાઉ ફરિયાદીની ભત્રીજીને આરોપી અજય ભગાડી ગયો હોય, જે બાબતની જૂની અદાવત મનમાં રાખીને આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પિતા-પુત્રએ ફરિયાદીને મા-બહેન સમાન ગંદી ગાળો આપી, ઝપાઝપી કરી ઢીંકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ ઉપરાંત, લોખંડના પાઈપ વડે ડાબા પગે તથા વાંસાના ભાગે ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે લાખાભાઈ કલોતરાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેરુભાઈ ખાંભલા અને અજય ખાંભલા સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










