NAVSARINAVSARI CITY / TALUKO
વરસાદ વચ્ચે ‘સાઈ રામ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું વાંસદા : શિર્ડી પદયાત્રાની પાલખીનું ભવ્ય સ્વાગત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાઈ શ્રદ્ધા પરિવાર, લીમઝર દ્વારા આયોજિત 15મી વર્ષગાંઠની શિર્ડી પદયાત્રાની પાલખીનું વાંસદાના રાણી ફળિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રીઓનું પુષ્પવર્ષા અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કરી શિર્ડી યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વરસતા વરસાદ વચ્ચે પણ સાઈ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. સમગ્ર રાણી ફળિયામાં ભક્તિમય માહોલ છવાયો હતો અને ‘સાઈ રામ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સાઈ ભક્તો તેમજ વાંસદા તાલુકા ભાજપના સંજયભાઈ પટેલ, રાકેશભાઈ શર્મા, પ્રદ્યુમનસિંહ સોલંકી,રસિકભાઈ ટાંક સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવના આ સંગમથી વાંસદામાં પદયાત્રાનું આગવું સ્વાગત જોવા મળ્યું હતું.




