ARAVALLIGUJARATMODASA

મોડાસા – પેલેટ ચાર રસ્તા પાસે ટ્રક ડ્રાઈવર સાથે તકરારનો વીડિયો વાયરલ, મોડાસા રૂરલ પોલીસની તાત્કાલિક કાર્યવાહી – ઇસમ સામે અટકાયતી પગલા લીધા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – પેલેટ ચાર રસ્તા પાસે ટ્રક ડ્રાઈવર સાથે તકરારનો વીડિયો વાયરલ, મોડાસા રૂરલ પોલીસની તાત્કાલિક કાર્યવાહી – ઇસમ સામે અટકાયતી પગલા લીધા

અરવલ્લી જિલ્લાના પેલેટ ચાર રસ્તા પાસે ટ્રક ડ્રાઈવર સાથે કાર ચાલકની તકરારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોડાસા રૂરલ પોલીસ હરકતમાં આવી હતી. વાયરલ વીડિયોમાં કાર ચાલક ટ્રક ડ્રાઈવર સાથે રોફ જમાવતો જોવા મળ્યો હતો.મળતી માહિતી મુજબ, ગત 11 ઓગસ્ટના રોજ પેલેટ ચાર રસ્તા પાસે કાર પાછળ ટ્રકની ટક્કર વાગતા કાર ચાલક અને ટ્રક ડ્રાઈવર વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ દરમિયાન કાર ચાલક દ્વારા ટ્રક ડ્રાઈવર સાથે કરવામાં આવેલી તકરારનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો મોડાસા રૂરલ પોલીસના ધ્યાને આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. વસાવાએ વીડિયોમાં દેખાતા શખ્સને તાત્કાલિક શોધી કાઢવા પોલીસને સૂચના આપી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ શખ્સને શોધી કાઢી જરૂરી અટકાયતી કાર્યવાહી કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ફરી કાયદો હાથમાં ન લે અને જાહેર શાંતિ તથા સલામતી જળવાઈ રહે તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સ તરીકે અરવિંદસિંહ રજુસિંહ બિહોલા, રહે. નિયાસી સોસાયટી, તા. મોડાસા, જી. અરવલ્લી, હોવાનું જણાવ્યું છે અરવલ્લી જિલ્લામાં લોકોની સુખાકારી, શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!