MORBIMORBI CITY / TALUKO
MORBI:ખાડાઓથી મુક્તિ મળશે? મોરબી-રાજકોટ હાઈવે પર પેચવર્કની કામગીરી શરુ
MORBI:ખાડાઓથી મુક્તિ મળશે? મોરબી-રાજકોટ હાઈવે પર પેચવર્કની કામગીરી શરુ
મોરબી-રાજકોટ હાઈવે પર પડેલા મોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બિસ્માર રસ્તાના કાયમી નિકાલ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતે માંગ કરી છે કે:રોડ નિર્માણથી લઈને અત્યાર સુધીની કામગીરીની ગુણવત્તાની તટસ્થ તપાસ કરવામાં આવે.બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે.સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવી ગુણવત્તાસભર કામગીરી થાય.
પેચવર્કની કામગીરી શરૂ થતાં વાહનચાલકોમાં આશાનું કિરણ બીજી તરફ, રજૂઆતો અને સ્થાનિકોના વિરોધ વચ્ચે મોરબીથી ટંકારા સુધીના માર્ગ પર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્ક (ગાબડા પૂરવાની કામગીરી) શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ખાડાઓથી મુક્તિ મળશે અને અકસ્માતનું જોખમ ઘટશે તેવી આશા સેવાઈ રહી છે.
જોકે, સ્થાનિકો અને ગ્રામ પંચાયતનું કહેવું છે કે માત્ર કામચલાઉ પેચવર્કથી સંતોષ માનવામાં નહીં આવે, પરંતુ આ રસ્તાનું કાયમી અને ગુણવત્તાસભર સમારકામ થાય તે અત્યંત જરૂરી છે.











