BANASKANTHADEODARGUJARAT

દિયોદર ના એક રિક્ષા ચાલકની દીકરી આર્થિક તંગી વચ્ચે અભ્યાસ કરીને વકીલાત ની ડિગ્રી મેળવી સમાજનું ગૌરવ વધાર્યું…..

દીકરીના ભણતર નો ખર્ચ ઉઠાવવા માટે પિતાએ રિક્ષા ચલાવીને કરેલો સંઘર્ષ…..

 

 

દિયોદર ના એક રિક્ષા ચાલકની દીકરી આર્થિક તંગી વચ્ચે અભ્યાસ કરીને વકીલાત ની ડિગ્રી મેળવી સમાજનું ગૌરવ વધાર્યું…..

પ્રતિનિધિ દિયોદર અહેવાલ કલ્પેશ બારોટ

 

દિયોદર ખાતે રહેતા નાગજીભાઈ કાપડી આમ તો સામાન્ય પરિવાર માંથી આવે છે અને એમને એક દીકરી છે જેનું નામ છે નીતાબેન કાપડી જેવો આર્થિક તંગી અને મર્યાદિત પુસ્તકો થી અભ્યાસ મેળવીને વકીલાત ની ડીગ્રી પ્રાપ્ત કરી સમગ્ર કાપડી સમાજનું ગૌરવ વધાર્યું છે….

 

 

દિયોદર ખાતે રહેતા નાગજીભાઈ કાપડી કે જેઓ છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે જેમને સંતાનમાં એક દીકરી છે જેનું નામ છે નીતાબેન નાગજીભાઈ કાપડી કે જેઓ પહેલાથી અભ્યાસ માટે અગ્રેસર રહ્યા છે અને એમના પિતાએ બાળપણ થી એક સપનું જોઈ હતું કે મારી દિકરીને મોટી કરીને ભણાવી ગણવાની વકીલ બનાવવી છે જેના માટે નાગજીભાઈ કાપડીએ રાત દિવસ રીક્ષા ચલાવી આર્થિક તંગી અને મર્યાદિત પુસ્તકો થી દીકરીને બાર કાઉન્સિલિંગની એક્ઝામ પાસ કરાવીને વકીલાતને ડિગ્રી અપાવામાં સફળતા મેળવી છે એક સામાન્ય પરિવારમાંથી આવતા નાગજીભાઈ કાપડી ની દીકરી નીતાબેન ને વકીલાત ની ડીગ્રી પ્રાપ્ત થતા સમગ્ર કાપડી સમાજ માટે એક ગૌરવ બન્યા છે અને લોકો ઠેર ઠેર જગ્યાએથી શુભકામનાઓ પાઠવી રહ્યા છે…..

Back to top button
error: Content is protected !!