હાલોલ નગરને વધુ સ્વચ્છ બનાવવા 47 લાખના ખર્ચે ‘રોડ સ્વીપર મશીન’નું લોકાર્પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૮.૨૦૨૬
હાલોલ શહેરના રસ્તાઓ વધુ સ્વચ્છ અને સુઘડ રહે તેવા ઉમદા હેતુથી હાલોલ નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં આધુનિક સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે અંદાજીત રૂ. 47 લાખ જેટલી માતબર રકમના આધુનિક ‘રોડ સ્વીપર મશીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના કરકમલો દ્વારા સંપન્ન થયો હતો. આ પ્રસંગે તેમણે શહેરની સ્વચ્છતા જાળવવા માટે પાલિકાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, પ્રમુખ, ઉપ પ્રમુખ સંજય પટેલ,કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ,હાલોલ નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. કલ્પનાબેન જોષીપુરા ઉપરાંત નગરપાલિકાના અન્ય સભ્યો, કર્મચારીઓ તેમજ શહેરના નાગરિકો પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. નગરપાલિકાના આ નવા મશીનથી હવે હાલોલના મુખ્ય રસ્તાઓની સફાઈ વધુ ઝડપી અને ગુણવત્તાસભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.








