મહીસાગર જિલ્લાના લુણાવાડા–સંતરામપુર રોડ ગોઝારો અકસ્માતઃ કાર અને દૂધ વાહન ટેનકરવચ્ચે ટક્કર, 3 લોકોના થયા અકસ્માત માં મોત.

મહીસાગર જિલ્લાના લુણાવાડા–સંતરામપુર રોડ ગોઝારો અકસ્માતઃ કાર અને દૂધ વાહન ટેનકરવચ્ચે ટક્કર, 3 લોકોના થયા અકસ્માત માં મોત.
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા–સંતરામપુર રોડ પર રાફાઈ ગામ નજીક આજે ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.



જેમાં કાર અને દૂધ વાહન વચ્ચે જોરદાર ટક્કર થતાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું, પ્રાથમિક માહિતી મુજબ, મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રહેવાસી અને પ્રજાપતિ સમાજના હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્રણેય વ્યક્તિઓ લુણાવાડા ખાતે દવાખાનાના કામકાજ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે રાફાઈ ગામ નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
અકસ્મતની જાણ થતાં લુણાવાડા તાલુકા પોલીસ તથા સંતરામપુર પોલીસ ને સંતરામપુર નગરપાલીકા ફાયરફાયટરતાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
અકસમાત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લાના રાફાઈ ગામ નજીક બનેલી આ ઘટનાને પગલે લુણાવાડા–સંતરામપુર રોડ પર ચકકાજામ જોવા મલતો હતો.
સંતરામપુર પોલીસે મરનાર ઈસમો ની કારના નંબર પરથી જાણકારી મેલવી ને મરનાર ના સગા ને જાણ કરેલ.
આ બનાવમા પોલીસે કાયદેસરની કાયેવાહીકરીને મૃતકોની બોડીને પોસટમોટૅમ
માટે સરકારી દવાખાને મોકલી આપેલ. આ કરુણ ધટના ની જાણ ફતેપુરા ગામે થતા ભારે શોક નુ વાતાવરણ જોવા મલતું હતું.
સંતરામપુર પોલીસે મુતકના સબંધી ની ફયૉદ આધારે અકસમાત કરનાર દુધના ટેનકર ચાલક વિરુદધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.
14,08,2026.
મૃતકોના નામ
સવિતાબેન કાલુભાઈ પજાપતિ તથા પુષપાબેન પશાતભાઈ પજાપતિ તથા હાદિક ભાઈ પશાતભાઈ પજાપતિ
તમામ રહેવાસી ફતેપુરા. જી. દાહોદ.




