GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં રાખી મેળો ૨૦૨૬ નું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

જાહેર જનતા માટે પ્રદર્શની કમ વેચાણ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું

હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, વિકાસ ભિ વિરાસત ભી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મુહીમને ધ્યાનમાં રાખતા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ- ગુજરાત સરકાર, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર જૂનાગઢ શહેરમાં એ.જી. હાઇસ્કૂલ મેદાન ખાતે રાખી મેળાનું આયોજન કરાયું છે. આ મેળાનો સમય સવારના ૧૧:૦૦ થી રાત્રિના ૧૧:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૧૪/૦૮/૨૦૨૬ થી આગામી તા.૨૩/૦૮/૨૦૨૬ સુધી સ્નેહની રાખી- સ્વાવલંબનની ડોરી આ થીમ હેઠળ સમગ્ર કાર્યક્રમ અને પ્રદર્શની યોજાશે. જે અંતર્ગત તારીખ ૧૪/૦૮/૨૦૨૬ ના રોજ મહાનુભાવોના હસ્તે આ મેળાનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ રાખી મેળામાં ૫૦ જેટલા વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પોશીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, અન્ય મહેમાનો, મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!