DAHODDAHOD CITY / TALUKO

દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું

તા.૧૪.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું

દાહોદ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના પ્રતીક સમી આ યાત્રાનો પ્રસ્થાન દાહોદના ઐતિહાસિક છાબ તળાવ ખાતેથી થયો હતો. જ્યાંથી નીકળીને આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી અને પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ ભવ્ય તિરંગા યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી, સ્થાનિક સાંસદ, જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યો સહિતના રાજકીય નેતાઓ અગ્રેસર રહ્યા હતા.વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પણ હાથમાં તિરંગો લઈને આ રેલીમાં જોડાયા હતા.આ આખી યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતોની સુરાવલીઓ ગુંજી ઉઠી હતી, જેનાથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. આ યાત્રામાં માત્ર અધિકારીઓ જ નહીં, પરંતુ વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં દાહોદના શહેરીજનોએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. સમગ્ર દાહોદ શહેર આજે દેશભક્તિના રંગે રંગાયેલું નજરે પડતું હતું.

Back to top button
error: Content is protected !!