KUTCHMUNDRA

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે બાલ વાટિકાના બાળકો માટે ભવ્ય ‘પ્રવેશોત્સવ’ યોજાયો: ૭૫ ભૂલકાંઓનું ઢોલના તાલે ઉષ્માભર્યું સ્વાગત

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે બાલ વાટિકાના બાળકો માટે ભવ્ય ‘પ્રવેશોત્સવ’ યોજાયો: ૭૫ ભૂલકાંઓનું ઢોલના તાલે ઉષ્માભર્યું સ્વાગત

ભદ્રેશ્વર:

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે કે.જી. (બાલ વાટિકા) ના નવા પ્રવેશ મેળવનાર બાળકો માટે એક ભવ્ય અને યાદગાર ‘પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી પોર્ટ્સ (APSEZ), મુંદ્રાના કોર્પોરેટ અફેર્સ વિભાગના શ્રી ભાવેશ ડોંડા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં થઈ હતી. બાલ વાટિકામાં પ્રવેશ મેળવનાર ૭૫ જેટલા નાનકડા ભૂલકાંઓ જેવા શાળા પરિસરમાં આવ્યા, કે તરત જ ઢોલના ગુંજારવ અને મંગળ ધ્વનિ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલના તાલે બાળકોનો ઉત્સાહ અને આનંદ બમણો થઈ ગયો હતો, જેનાથી સમગ્ર શાળા પરિસરમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ પ્રસંગે બાળકોના ૮૬ જેટલા વાલીઓ પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

નવા આવેલા આ નાના ભૂલકાંઓને આવકારવા માટે ધોરણ-૧ ના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમણે પોતાના સંગીત અને નૃત્યની મનોહર પ્રસ્તુતિ દ્વારા નવા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું, જેને જોઈને ઉપસ્થિત વાલીઓ પણ ભાવાવિક બન્યા હતા.

બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ અને પ્રોત્સાહન વધે તે હેતુથી તમામ નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિનો સંદેશ આપવા માટે શાળા પરિસરમાં મુખ્ય મહેમાન શ્રી ભાવેશ ડોંડાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નાનપણથી જ બાળકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે તે માટે દરેક વિદ્યાર્થીને એક-એક છોડ ભેટ આપીને તેને ઘરે વાવવા અને ઉછેરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર હંમેશા બાળકોને ઉત્સાહવર્ધક, આનંદદાયક અને ગુણવત્તાસભર શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા ઉત્સાહથી આ પ્રવેશોત્સવ અત્યંત સફળ અને યાદગાર બની રહ્યો હતો.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!