GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોર’ ની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાનો રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પ્રારંભ

MORBI:મોરબીમાં ‘સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોર’ ની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાનો રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પ્રારંભ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે મહિલા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા ૫૦ જેટલા વિવિધ સ્ટોલનું કરાયું આયોજન

હસ્તકલા, બાંધણી, સજાવટ અને ઘરવપરાશની વસ્તુઓના વેચાણ થકી મહિલા આર્થિક સશક્તિકરણના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા મોરબીવાસીઓને જાહેર અપીલ

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ‘ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.’ દ્વારા મોરબીના એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોર’ ની પ્રેરણાદાયી થીમ સાથે પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો શુભારંભ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ મહિલા સખી મંડળો અને મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્સાહને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

મહિલાઓને સ્વરોજગારી અને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના આશયથી યોજાયેલા આ મેળામાં ૫૦ જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી આકર્ષક રાખડીઓ, હસ્તકલાની વસ્તુઓ, બાંધણી, સાડીઓ, ગૃહ શણગાર અને રોજિંદા ઘરવપરાશની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.

 

આ શુભારંભ પ્રસંગે મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ અધિકારી શ્રી જલ્પાબેન ત્રિવેદી તથા મહિલાઓ અને મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શરૂ થયેલા આ મેળામાંથી ખરીદી કરી મહિલા સશક્તિકરણના આ પ્રયાસમાં સહભાગી બનવા અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા વાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!