MORBI:મોરબી પ્રોહીબિશનના ગુનામાં અવારનવાર પકડાયેલો આરોપી ‘પાસા’ હેઠળ જેલહવાલે

MORBI:મોરબી પ્રોહીબિશનના ગુનામાં અવારનવાર પકડાયેલો આરોપી ‘પાસા’ હેઠળ જેલહવાલે
શહેરમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે. અવારનવાર પ્રોહીબિશન (દારૂ) ના ગુનામાં પકડાયેલા એક ઇસમ સામે ‘પાસા’ (PASA) હેઠળ કડક કાર્યવાહી કરીને તેને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય (ભારતીય बनाવટના) દારૂના ગુનામાં પકડાયેલા આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખભાઇ વાઘેલા (ઉં.વ. ૨૩), રહે. કાલિકા પ્લોટ, શેરી નં. ૧, મોરબી વાળા વિરૂદ્ધ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
આ પ્રોપોઝલને મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે મંજૂર રાખી પાસાનું વોરંટ ઈશ્યૂ કર્યું હતું. જે અન્વયે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે પાસા વોરંટની બજવણી કરી તેને જિલ્લા જેલ, જૂનાગઢ ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવી છે.









