BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદન

ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદન

શહીદોના સર્વોચ્ચ બલિદાનથી મળેલી આઝાદીનું જતન કરવું એ આપણી સહિયારી ફરજ: પ્રભારી મંત્રી

 

દિવ્યાંગ બાળકો અને શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા દેશભક્તિના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા

 

જિલ્લા કલેક્ટર, એસપી, ધારાસભ્યો સહિત વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ

સમગ્ર રાષ્ટ્ર સાથે ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉત્સાહ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરના મિશન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભરૂચ જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહમાં રાજ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ ત્રિરંગો લહેરાવી સલામી આપી હતી.ધ્વજવંદન બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, “સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ ગણાતા ભરૂચ પંથકમાં આ મહાપર્વ ઉજવવાનો અવસર ગૌરવપૂર્ણ છે. દેશની આઝાદી કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર ક્રાંતિકારીઓ અને લડવૈયાઓનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. આ અમૂલ્ય આઝાદીનું જતન અને સંવર્ધન કરવું એ પ્રત્યેક નાગરિકની રાષ્ટ્રધર્મ સમાન ફરજ છે.” વધુમાં તેમણે આઝાદી પછીથી અત્યાર સુધી રાષ્ટ્રે સાધેલી અભૂતપૂર્વ પ્રગતિની રૂપરેખા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વિકાસલક્ષી નેતૃત્વની સરાહના કરી હતી.કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને પરેડ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ આદિવાસી છાત્રોએ દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. ત્રાલસા સ્થિત ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ના દિવ્યાંગ બાળકો દ્વારા રજૂ કરાયેલી દેશભક્તિસભર પ્રસ્તુતિએ ઉપસ્થિત સહુના દિલ જીતી લીધા હતા આ મહોત્સવમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અક્ષયરાજ મકવાણા, ધારાસભ્ય અરૂણસિંહ રાણા, રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઇ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!