JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

વિસાવદર તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થી રાજદીપ બાલદાણીયાનું જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સન્માન

બિહાર ખાતે યોજાયેલ ૨૧મી નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર દોડ અને લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું

બિહાર ખાતે યોજાયેલ ૨૧મી નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર દોડ અને લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​માળીયા હાટીના : ​જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માળીયા હાટીના ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે, દિવ્યાંગોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી વિસાવદર તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થી રાજદીપ હર્ષભાઈ બાલદાણીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
​વિસાવદર તાલુકાની વેકરીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી રાજદીપ બાલદાણીયા બિહારના પટણા ખાતે યોજાયેલી ૨૧મી નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપ (ઑટિઝમ અને સેરેબ્રલ પાલ્સી)માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ રાષ્ટ્રીય સ્પર્ધાની ૧૦૦ મીટર દોડ તથા લાંબી કૂદ એમ બંને ઇવેન્ટમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર જૂનાગઢ તેમજ ગુજરાતના દિવ્યાંગ જગતનું ગૌરવ વધાર્યું છે.
​રાજદીપને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગુજરાતની બહાર જવા માટે પ્રોત્સાહિત કરવા અને તાલીમ આપવા માટે જિલ્લા આઈ.ઈ.ડી. કોર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કોમલબેન ભટ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માર્ગદર્શન અને સખત મહેનતના પરિણામે આ દિવ્યાંગ બાળકે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ઈનામ સ્વરૂપે રૂ. ૪,૦૦,૦૦૦ ની માતબર રકમ પ્રાપ્ત કરી છે.

Back to top button
error: Content is protected !!