JUNAGADHJUNAGADH CITY / TALUKO

જનજાતિ આદિવાસી સમુદાયમાં ભક્તિભાવનો પ્રચાર કરનાર ભક્તોનું સમર્થશ્રી પ્રાગદાસ બાપા ગોદડિયાના ફોટા આપી ભવ્ય સન્માન

આધ્યાત્મિક અને ધાર્મિક જાગૃતિ લાવનાર સેવકોની ઉત્કૃષ્ટ સેવાઓ બિરદાવવામાં આવી; મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા

આધ્યાત્મિક અને ધાર્મિક જાગૃતિ લાવનાર સેવકોની ઉત્કૃષ્ટ સેવાઓ બિરદાવવામાં આવી; મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જનજાતિ આદિવાસી સમુદાયમાં ભક્તિભાવનો પ્રચાર અને પ્રસાર કરનાર સમર્પિત ભક્તોના સન્માનાર્થે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને વડીલોના હસ્તે આદિવાસી ક્ષેત્રમાં આધ્યાત્મિક અને ધાર્મિક જાગૃતિ લાવનાર ભક્તોને સમર્થશ્રી પ્રાગદાસ બાપા ગોદડિયાના ફોટા ભેટ આપીને ભાવભેર બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સન્માન કાર્યક્રમ દ્વારા સમાજમાં સાચા ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા તેમજ ભક્તિભાવની પવિત્ર પરંપરાને આગળ વધારવા માટે સમર્પિત ભાવે સેવા આપનાર સેવકોની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ ધર્મ અને સેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!