
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, કાવ્યપઠન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા દેશની એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપતા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. અંતે વિદ્યાર્થીઓને લાડુનું વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.




