DAHODGUJARATLIMKHEDA

લીમખેડામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય મશાલ યાત્રા યોજાઈ

તા.૧૫.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય મશાલ યાત્રા યોજાઈ

સમગ્ર દેશમાં ૧૫મી ઓગસ્ટના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય પર્વના ઉત્સાહના ભાગરૂપે, સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે લીમખેડામાં એક ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકા યુવા પ્રકોષ્ઠ અને ધર્મ રક્ષા સમિતિ, લીમખેડા દ્વારા આયોજિત આ મશાલ યાત્રાનું પ્રસ્થાન શ્રી રામજી મંદિરથી થયું હતું. હાથમાં મશાલ ધારણ કરી દેશભક્તોએ રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમની ભાવના સાથે ગગનભેદી સૂત્રોચ્ચારો અને દેશભક્તિના ગીતો ગાયા હતા. આ યાત્રાએ સમગ્ર નગરમાં ભ્રમણ કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. ત્યારબાદ મા ભગવતી પ્રજ્ઞા હોલ, લીમખેડા ખાતે આ ભવ્ય મશાલ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!