ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ સેન્ટ. સિરીલ અને અલાના હાઇસ્કુલ 80.સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી 

આણંદ સેન્ટ. સિરીલ અને અલાના હાઇસ્કુલ 80.સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી

તાહિર મેમણ – 15/08/2026 – આણંદ પાધરીયા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત સેન્ટ. સિરીલ સ્કૂલના પરિસરમાં સંચાલક શ્રી જુલિયસ સિરીલ ડાભી અને ડૉલી જે. ડાભી તથા આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 4 અને 5 ના બાળકો દ્વારા સ્વાતંત્ર સેનાની (Patriotic Leaders ) ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તેમજ ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા જુદાં – જુદાં રાજ્યની સંસ્કૃતિની ઓળખની હરીફાઈ યોજવામાં આવી હતી. જેમકે (પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ) જેવા રાજ્યની સંસ્કૃતિની ઓળખ આ સાંસ્કૃતિક પ્રોગામ દ્વારા કરાવવામાં આવી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સંચાલક અને આચાર્ય દ્વારા બાળકોમાં દેશપ્રેમ,દેશભક્તિની અને એકતા ની ભાવના વિકસે તેવા હેતુપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અલાના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અલાના હાઇસ્કુલ 80.સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી

 તેમાં કરમસદ આણંદ નગરપાલિકાના કોર્પોરેટરો અયમનબેન નાથાણી દિવાન સલીમભાઈ, વોરા નુરમહંમદભાઈ, રાજા ભાઈ નાથાણી (સામાજિક કાર્યકર) મૌલાના અમીન સાહેબ મૌલાના કૂદશ સાહેબ કુલસુમબેન નજમાબેન પઠાણ રેશ્માબેન મનસુરી શાળાના સંચાલક રોશનબેન શાળાના સેક્રેટરી અશરફભાઈ સર્વ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત અને વક્તવ્ય રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પઠાણ સાહિલભાઈ એ કર્યું હતું અને આભાર વિધિ શાળાના શિક્ષિકા યુમનાબેન એ કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન સર્વ સ્ટાફ મિત્રોએ કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!