AHAVADANGGUJARAT

આહવા અને વઘઇ તાલુકામાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની રંગે ચંગે ઉજવણી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુબીરમાં નવ જ્યોત હાઈસ્કુલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત અધ્યક્ષતામાં થઈ હતી. જ્યારે વઘઈ તાલુકાના ચીચીનાગાવઠા ગામે તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર સુ.શ્રી દિપીકાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને અને આહવા તાલુકાના ગાઢવી ગામમાં તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર શ્રી રજની વૈષ્ણવના વરદ હસ્તે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌને ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની મામલતદારશ્રીઓએ શુભકામના પાઠવી જણાવ્યું કે, “આઝાદી પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણો ડાંગ જિલ્લો રમત ગમત, ખેતીવાડી અને પ્રવાસન ક્ષેત્રે અગ્રીમ યોગદાન આપી રહ્યો છે. આ સિવાય પણ આપણો જિલ્લો અનેક ક્ષેત્રોમાં આગળ છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રત્યેક વિભાગો દ્વારા વિકાસનાં અનેક નવાં સોપાનો સર કરવામાં આવ્યાં છે.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), ગાંધીનગર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે બંને તાલુકાને રૂ. ૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળી ઉપસ્થિત જનમેદની દેશપ્રેમમા તરબોળ બની હતી. સરકારી ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું સન્માન કરાયુ હતું. અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

આ ઉજવણીમાં આહવા અને વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, અધિકારી કર્મચારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!