TANKARA:ટંકારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસ તળે જેલ હવાલે

TANKARA:ટંકારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસ તળે જેલ હવાલે
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા એક બુટલેગર સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરી છે.
ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા સામાવાળા અખતર ઉર્ફે ભાણો સોકતભાઇ કચરા (ઘાંચી) (ઉ.વ. ૨૭, રહે. રાજકોટ આમ્રપાલી ફાટક પાસે, નહેરૂનગર-૦૨) સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલવામાં આવી હતી.દરખાસ્તના આધારે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ મળતાં જ ટંકારા પી.આઈ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અખતર ઉર્ફે ભાણોને રાજકોટ આમ્રપાલી ફાટક પાસેથી અટકાયત (ડીટેઇન) કરી લીધો હતો.પોલીસે આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. ટંકારા પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફાળ પડી છે.









