GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ વડોદરા જેલહવાલે

MORBI:મોરબીમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ વડોદરા જેલહવાલે

 

મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અવારનવાર પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાતા એક શખ્સ સામે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.આરોપી હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલા (પટેલ), ઉંમર: ૨૪ વર્ષ ખોડીયાર સોસાયટી, બજરંગ સોસાયટી સામે, નાની વાવડી, મોરબી અવારનવાર પરપ્રાંતીય (વિદેશી) દારૂના ગુનાઓ આચરવા પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ખસેડાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ. આલના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી. જાડેજા દ્વારા ઉપરોક્ત આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત (પ્રપોઝલ) તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.

મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી દ્વારા આ પાસા પ્રપોઝલને મંજૂરી આપી વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, મોરબી સીટી ‘એ’ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી. સરવૈયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ વોરંટની બજવણી કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને તેને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!