હાલોલની કલરવ શાળામાં 80 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૮.૨૦૨૬
ભારતનો સ્વાતંત્ર્ય દિન દર વર્ષે 15મી ઓગસ્ટે દેશભર માં હર્ષોલ્લાસ અને રાષ્ટ્રભક્તિના રંગે ઉજવવામાં આવે છે .આ પાવન પર્વની ઉજવણી કલરવ શાળામાં પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવે છે. શાળાના પ્રાંગણને તિરંગા ધ્વજ અને આસોપાલવ તોરણ થી સુશોભિત કરવામાં આવ્યુ હતું.સમગ્ર વાતાવરણ જાણે કે દેશ પ્રેમના સુગંધ થી મહેકી ઊઠયું હતું. ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત સવારે 7:45 વાગે થઈ જેમાં અતિથિ વિશેષ તરીકે શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા રશ્મિકાબેન પટેલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાનનું સ્વાગત અંગ્રેજી માધ્યમ ધોરણ 3 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જૈનુલ આબેદિન ઘડિયાલી એ કર્યું હતું. ત્યારબાદ મહેમાન નો પરિચય શાળાની શિક્ષિકા શ્રુતિબેન તલાટીએ આપ્યો હતો. આ દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાનએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું જેમાં તેમને દેશની આઝાદી અને શહીદ થનાર વીરો ને યાદ કરીને વર્તમાન ભારત દેશની પણ વાત કરવામાં આપવામાં આવી. ત્યારબાદ શાળાના શિક્ષિકા મોનાલીબેન સોલંકી એ મહેમાનને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું. આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડો. કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યો. જેમાં તેમને ભારત દેશની આઝાદી માટે વીરો અને વીરાંગના ઓને યાદ કરીને અને વર્તમાન ભારત દેશની પરિસ્થિતિની વાત કરવામાં આવી. વક્તવ્યના અંતમાં *વંદે માતરમનો* નારો લગાવવામાં આવ્યો. અંતમાં ગુજરાતી માધ્યમ ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્ય પરમારે આભાર વિધિ વ્યક્ત કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પ્રભાબેન પેશરાણા તેમજ પ્રતિનિધિત્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યુ. અંતમાં વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ હાલોલ તરફથી બિસ્કીટ ની વ્હેંચણી પણ કરવામાં આવી હતી.









