
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – સ્વાતંત્ર્ય પર્વમાં લીઓ ક્લબ ઓફ મોડાસાની દેશભક્તિ સાથે સેવાકીય પહેલ
સમગ્ર દેશમાં 80માં સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લીઓ ક્લબ ઓફ મોડાસા દ્વારા દેશભક્તિ સાથે સેવાભક્તિની ધૂણી ધખાવી મોડાસાની બહેરા-મૂંગા શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગ અને ફ્રૂટ વિતરણ કર્યા હતા આ સેવાકીય કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, ઉપપ્રમુખ કમલેશ પટેલ તથા ઉપપ્રમુખ ડૉ. જીતેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.
મોડાસા લિઓ ક્લબના સદસ્યોએ શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવી તેમની સાથે સહભોજન કરીને સ્વાતંત્ર્ય પર્વની ખુશીઓ વહેંચી 200થી વધુ વિદ્યાર્થીઓને ફળો અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આનંદ અને પ્રોત્સાહન સાથે સમાજસેવા અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.જેમાં મોડાસા લિઓ ક્લબના પ્રમુખ હિલન પટેલ, સચિવ પ્રેમ તુલસિયાણી અને ખજાનચી વિશાલ પંડ્યા સહિત લીઓ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




