BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકા ઠાકોર સેના અને સદારામ યુવક મંડળ દ્વારા ભવ્ય વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ યુવક મંડળ ટ્રસ્ટ ના ઉપ ક્રમે વિધાર્થીઓ ની સીદ્ધિઓ ને બિરદાવાઈ લાખણી તાલુકા ઠાકોર સમાજ બોડીગ ખાતે વિધાર્થીઓ ને સન્માનિત કરાયા શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ મેળવી સમાજ નુ ગૌરવ વધારનાર વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર સમાજ ના વિધાર્થી ઓ ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે ત્યારે ઉચ્ચ મેરિટ મેળવનાર તેમજ અન્ય નવ નિયુક્ત સરકારી કર્મચારીઓ વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવનાર કુલ ૩૦૦ થી વધારે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં મા આવ્યું હતુ વિધાર્થીઓ ને ગુજરાત સરકાર મંત્રી સ્વરૂપજી ઠાકોર અને દિયોદર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે સન્માનિત કરવા મા આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ વિધાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે સતતં આગળ વધવા અને સમાજ નુ નામ રોશન કરવા પ્રેરણા આપી હતી સમાજ ના યુવાનો અને બહેનો પોતાની પ્રગતિ નુ સાધન બનાવી રહ્યા છે તે સમગ્ર સમાજ માટે ગૌરવ ની બાબત હોવાનુ આગેવાનો જણાવ્યું હતુ સાથે લાખણી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના તમામ ગ્રામ સમિતી ના પ્રમુખો દ્વારા સુંદર ભોજન સમારંભ નુ આયોજન કાર્ય ને મહાનુભાવો દ્વારા બીરદાવા મા આવ્યું હતુ સાથે લાખણી તાલુકા ઠાકોર સેના અને સદારામ યુવક મંડળ ના કાર્ય ને મહાનુભાવો એ બિરદાવા મા આવ્યું હતુ કાર્ય મા ઉપસ્થિત ગુજરાત સરકાર ના મંત્ર અને વાવ ધારાસભ્ય સવરૂપજી ઠાકોર દિયોદર વિધાસભા ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ વાવ થરાદ જીલ્લા ના કારોબારી ચેરમેન ધુખાજી ઠાકોર લાખણી તાલુકા પંચાયત પ્રમુખ પારજીભાઈ ઠાકોર લાખણી તાલુકા વિકાસ અધિકારી પ્રહલાદજી એન ઠાકોર સહિત આજુબાજુ તાલુકા ના ઠાકોર સેના ના પ્રમુખો પ્રદેશ ના હોદેદારો નવનિયુક્ત ઠાકોર સમાજ ના ડેલીકેટો અલંગ ગામો ના સંરપચો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકરો સરકારી કર્મચારીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે શિક્ષણ ને વધું મા વધુ શિક્ષણ ને પ્રોત્સાહન આપો અને આગળ વધો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા નો આ પ્રયાસ આગામી પેઢીને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણારૂપ બન્યો હતો સાથે લાખણી તાલુકા ઠાકોર સમાજ ના વિધાર્થી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ મહાનુભાવો દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી આગળ વધવા આહવાન કરવા મા આવ્યું

Back to top button
error: Content is protected !!