GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: બાલચોંઢીમાં રૂ .૪૩ કરોડની અદ્યતન સરકારી શાળાનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સ્વાતંત્ર્ય પર્વના અવસરે નાનાપોંઢા તાલુકાના બાલચોંઢી ગામમાં ₹૨.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન સરકારી પ્રાથમિક શાળાનું પણ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શાળામાં બાલવાટિકાથી ધોરણ-૮ સુધીના ૨૬૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રમતગમતનું મેદાન, મધ્યાહન ભોજન શેડ અને બાગ-બગીચા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, જે વાલીઓના વિશ્વાસનું પ્રતિબિંબ છે. હવે સંખ્યા સાથે શિક્ષણની ગુણવત્તા ઉપર વધુ ભાર મૂકવાનો સમય છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાનાપોંઢાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!