AHAVADANGGUJARAT

ડાંગ:કારગિલ યુદ્ધનાં અગ્રણી વીર યોધ્ધા કર્નલ લલિત રાય સાથે ડાંગનાં ભાજપાનાં આગેવાનોની આત્મીય મુલાકાત..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાતનાં સુરતના પાલ સ્થિત હોટલ મોન્ટી સેફ્રોન ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને આત્મીય શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.ડાંગ જીલ્લા ભાજપાનાં પૂર્વ મહામંત્રી ગિરીશભાઈ મોદી, પૂર્વ ભાજપા પ્રમુખ રમેશભાઈ ચૌધરી,ભાજપા આગેવાન પ્રવીણભાઈ આહીરેએ કારગિલ યુદ્ધના અમર વીર યોધ્ધા અને દેશના ઉચ્ચ લશ્કરી સન્માન ‘વીર ચક્ર’ થી સન્માનિત કર્નલ લલિત રાય જી (પૂર્વ કમાન્ડિંગ ઓફિસર, ગોરખા રાઈફલ્સ બટાલિયન) સાથે આત્મીય મુલાકાત કરી હતી.​આ ખાસ મુલાકાત દરમિયાન “ઓપરેશન ક્રાંતિ અને વિજય કારગિલ” વિષય પર વિગતવાર ચર્ચા થઈ હતી.આ મુલાકાત વેળાએ રાષ્ટ્રસેવા, ભારતીય સેનાના જવાનોનું અદ્ભુત શૌર્ય, કારગિલ વિજયની ગૌરવગાથા અને દેશની સુરક્ષા જેવા અનેક મહત્વપૂર્ણ તથા પ્રેરણાદાયી વિષયો પર સાર્થક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.​આ પ્રસંગે કર્નલ લલિત રાય જીએ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ વિશે પણ ખૂબ જ રસપૂર્વક માહિતી મેળવી હતી.આ ​મુલાકાત પ્રસંગે  પોતાના વિચારો વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, “આપણા વીર જવાનોનું અનન્ય શૌર્ય, અપ્રતિમ સમર્પણ અને માતૃભૂમિ માટેનું બલિદાન સમગ્ર દેશવાસીઓ તથા આવનારી યુવા પેઢી માટે સદૈવ પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે.”​ઉલ્લેખનીય છે કે, ૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા ભા.જ.પા. પરિવાર દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે સંજીવકુમાર ઓડિટોરીયમ, પાલ ખાતે “એક શામ સૈનિકો કે નામ” વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કારગિલ યુદ્ધના નાયક કર્નલ લલિત રાય જી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી પોતાના અનુભવો અને દેશભક્તિનો સંદેશ શેર કર્યો હતો..

Back to top button
error: Content is protected !!