DAHODDAHOD CITY / TALUKOGUJARAT

કતવારા પોલીસની મોટી કાર્યવાહી: રૂ. 74 લાખથી વધુના મુદ્દામાલ સાથે અફીણના જીંડવા ઝડપાયા

તા.૧૬.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:કતવારા પોલીસની મોટી કાર્યવાહી: રૂ. 74 લાખથી વધુના મુદ્દામાલ સાથે અફીણના જીંડવા ઝડપાયા

કતવારા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું.20 કિમી સુધી ફિલ્મી પીછો: શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીના ચાલકે પોલીસને જોઈને ગાડી ઊભી ન રાખી અને ભાગવા લાગ્યો. પોલીસે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર અંદાજે 20 કિલોમીટર સુધી આ ગાડીનો ફિલ્મી પીછો કર્યોકઠલા મુકામેથી ભાગેલો ચાલક રામપુરા ગામ નજીક પોલીસ બેરીકેટ સાથે ગાડી અથડાવી બેઠો, જેના કારણે ગાડીનું ટાયર ફાટી ગયું હતુંઅકસ્માત બાદ ગાડીનો ચાલક વાહન ઘટનાસ્થળે જ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પોલીસે સ્કોર્પિયો ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 64,62,450 ની કિંમતના અફીણના જીંડવા મળી આવ્યા. પોલીસે ગાડી સહિત કુલ રૂ. 74,62,450 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કતવારા પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!