GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા. શાળાના મુખ્ય શિક્ષક રામદેવસિંહ જાડેજાનું સન્માન

તા.૧૬/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ, 15 ઓગસ્ટ 2026: 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજકોટ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રામદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાનું શાળાની વિવિધ ગૌરવપૂર્ણ સિદ્ધિઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાએ સ્વચ્છ અને હરિત વિદ્યાલય પુરસ્કારમાં રાષ્ટ્રીય કક્ષાએ 5 (પાંચ) મું સ્થાન તથા રાજ્ય કક્ષાએ 2 (દ્વિતીય) સ્થાન, ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન તેમજ ગુણોત્સવમાં સતત પાંચ વર્ષ ‘A’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ NMMS, જ્ઞાનસેતુ, ખેલ મહાકુંભ, ચિત્ર, નિબંધ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સફળતા મેળવી છે. વર્ષ 2024–25માં શ્રી જાડેજાને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદના હસ્તે શ્રી રામદેવસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન શાળાના સમગ્ર પરિવાર અને ખીજડીયા ગામ માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું.

Back to top button
error: Content is protected !!