ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી : મેઘરજમાં કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો,9,720 /-  રૂપિયાના મુદ્દામાલ સાથે LCBએ આરોપીને ઝડપી પાડ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજમાં કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો,9,720 /-  રૂપિયાના મુદ્દામાલ સાથે LCBએ આરોપીને ઝડપી પાડ્યો

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલાકુપાં ગામની સીમમાં થયેલી કેબલ વાયર ચોરીના વણશોધાયેલા ગુનાનો એલ.સી.બી. અરવલ્લીએ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીના કોપર વાયરના ગુંચડાઓ મળી આવતા પોલીસે કુલ 8 કિલો 100 ગ્રામ કોપર વાયર, જેની કિંમત રૂ.9,720 છે, કબજે કર્યો છે.

અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને એલ.સી.બી. અરવલ્લી-મોડાસાની ટીમ મેઘરજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ઘેલીમાતાના મંદિર તરફ જતા માર્ગ પર એક શખ્સ મીણિયાની થેલીમાં શંકાસ્પદ સામાન લઈને જતો મળી આવ્યો હતો.

પોલીસે શંકાસ્પદ ઇસમની થેલી તપાસતા તેમાં કોપર વાયરના ગુંચડાઓ મળી આવ્યા હતા. વાયર અંગે પૂછપરછ કરતાં ઇસમ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે આશરે 15 દિવસ અગાઉ બાંઠીવાડા મુકામે ભંગારનો સામાન લેવા ગયો હોવાનું જણાવ્યું હતું.આ દરમિયાન લાલાકુપાં ગામની સીમમાં એક ખેતરમાં બોર્ડ સાથે લગાવેલા વાયરને પક્કડ વડે કાપી ચોરી કરી હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. ચોરી કરેલો વાયર ભંગારના સામાન સાથે મેઘરજ લાવી બાદમાં ઝૂંપડપટ્ટીમાં રાખ્યો હતો. ત્યારબાદ વાયર બાળી તેમાંથી કોપર વાયર અલગ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે તપાસ કરતાં આ ઘટના અંગે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આરોપી પાસેથી મળેલા કોપર વાયરના ગુંચડાઓનું વજન કરાવતા કુલ 8 કિલો 100 ગ્રામ થયું હતું. પોલીસે પ્રતિ કિલો રૂ.1,200ના હિસાબે કુલ રૂ.9,720નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ આરોપીની ઓળખ ઈશ્વરભાઈ પીરૂભાઈ મંગાભાઈ કાલબેલીયા, ઉંમર 30 વર્ષ, હાલ રહે. મેઘરજ સિવિલ હોસ્પિટલ પાસે, તા. મેઘરજ, જી. અરવલ્લી, મૂળ રહે. મંગલવાર ચોરાયા, તા.જી. ઉદયપુર, રાજસ્થાન તરીકે થઈ છે.પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!