GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હળવદ રોડ પર સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષમાં દુકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: રોકડ રકમ સાથે ૩ ઝડપાયા

MORBI:મોરબી હળવદ રોડ પર સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષમાં દુકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: રોકડ રકમ સાથે ૩ ઝડપાયા

મોરબી હળવદ રોડ પર આવેલ સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષમાં બંધ દુકાનમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડીને ત્રણ ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી હળવદ રોડ પર આવેલ સિરામીક એમ્પાયર કોમ્પલેક્ષમાં દુકાન નંબર ૩૦૫માં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ – કેવલભાઇ ધર્મેન્દ્રભાઇ કાલરીયા (રહે. ગામ જીવાપર (ચ.), તા.જી. મોરબી) મેહુલભાઇ ધનસુખભાઇ વામજા (રહે. મોરબી-૨, મહેન્દ્રનગર, કાંતી જયોત રેસીડેન્સી, બી-૦૩ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૬૦૨) સુધીરભાઇ હર્ષદભાઇ બાવરવા (રહે. નવલખી રોડ, કુબેરનગર, ત્રિલોકધામ મંદિર પાસે, મોરબી)પોલીસે દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓના કબજામાંથી કુલ રૂપિયા ૨૫,૧૦૦ ની રોકડ રકમ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!